E Shram Card Benefits 2022

Rate this post

ઈ શ્રમ કાર્ડ યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત દેશ નાં તમામ શ્રમ જીવીઓ માટે ની એક ખૂબ જ મહત્વ ની યોજના છે.જેમાં આ યોજના થી દેશના તમામ શ્રમિકો નો સર્વાંગી વિકાસ થાય તે હેતુ થી તેઓ ને આ યોજના થકી લાભ આપવામાં આવે છે.અહીંયા મહત્વ નું એ થાય છેકે આ યોજના માં લાભ ખરેખર શું મળે છે ? તો ચાલો જાણીએ E Shram Card Benefits 2022 વિશે વિગતવાર માહિતી.

આમ જોવા જઈએ તો દેશ નાં ઘણા અસંગઠિત કામદારો છે.જેઓ ને આ યોજના થકી સીધો લાભ આપવામાં આવશે.આજ ની આ યોજના માં આપડે ઈશ્રમ કાર્ડ વિશે નાં ફાયદાઓ અને અન્ય શું લાભ મળે છે તેના વિશે વિગતવાર ચર્ચા કરવાનાં છીએ.

જો આપને સરકારી યોજનાઓ અને અર્ધસરકારી યોજનાઓ ની તમામ અને વિગતવાર માહિતી મેળવવી હોઈ તો આપ અમારી Telegram Channel સાથે જોડાઈ શકો છો.

યોજના નું નામઈ શ્રમકાર્ડ ના ફાયદા અને કોણ અરજી કરી શકે છે ?
સહાયપ્રધાનમંત્રી  સુરક્ષા BHIM યોજનાનો લાભ
આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતતાના કિસ્સા માં એક વર્ષ માટે રૂ. 2 લાખ ની સહાય
આંશિક અપંગતા વાળા કિસ્સા માં  એક વર્ષ માટે 1 લાખ ની સહાય આપવામાં આવશે
રાજ્યદેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશદેશ નાં મજૂરી કામ કરતા અને છૂટક મજૂરી કરતા મજૂરો ને સરકાર શ્રી ની યોજનાઓ નો સીધો લાભ મળી રહે તે હેતુ થી.
લાભાર્થીદેશ નાં તમામ અસંગઠિત કામદારો
અરજી નો પ્રકારઓનલાઈન
સંપર્કEshram.gov.in.in

ઈ શ્રમ કાર્ડ યોજના 2022

ઈ શ્રમ કાર્ડ યોજના ખરેખર તો કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે.જેમાં આપડા દેશ નાં તમામ અસંગઠિત કામદારો નાં તમામ ડેટા ભેગા કરવાનો મુખ્ય હેતુ છે.જેમાં રાષ્ટ્રીય ડેટાબેઝ (National Database of Uncategorized Workers) નો મુખ્ય ભાગ હશે.

હવે E Shram Card Benefits 2022 માં આપને જણાવી દઈએ કે દેશ નાં એવા તમામ અસંગઠિત કામદારો નાં ડેટા લીધા બાદ તેઓ ને શું શું લાભ આપવા અને ભવિષ્ય મા તેઓ ને લક્ષ માં રાખી ને કઈ કઈ યોજનાઓ અમલ મા લાવવી તે પણ કેન્દ્ર સરકાર નો હેતુ છે. અને ત્યારબાદ આ યોજના રાજ્ય સરકાર ની હસ્તક કરી દેવામાં આવશે.એટલે કે રાજ્ય સરકાર તેનું તમામ કામ કરશે.

E shram Card Benefits Gujarati

ઈ શ્રમ કાર્ડ નાં લાભો સમજીએ તો સૌપ્રથમ આપને જણાવી દઈએ કે આ કાર્ડ માં NDUW નો મહત્વપૂર્ણ સહભાગ છે. NDUW નું પૂરું નામ “National Database of Uncategorized Workers” છે. જેના દ્વારા કેન્દ્ર સરકાર આવા તમામ અસંગઠિત મજૂરો નો તમામ ડેટા બેઝ લેશે અને તેના પર થી તેઓ અલગ અલગ યોજનાઓ થકી તેઓ ને લાભ મળશે.શ્રમ અને રોજગાર મંત્રાલય અસંગઠિત કામદારોનો રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરી રહ્યું છે, જેના હેઠળ ઈ-શ્રમ Portal વિકસાવવામાં આવ્યું છે અને UAN કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે. અસંગઠિત ક્ષેત્રના કામદારોના કેટલાક ઉદાહરણો નીચે મુજબ છે.

 • નાના ખેડૂતો
 • ખેત મજૂરી કરતા મજૂરો
 • બીડી બાંધવા નો વ્યવસાય કરતા મજૂરો
 • શેરી પાક કરતા કામદારો
 • માછીમારી કરતા મજૂરો
 • લેવલીંગ અને પેલિંગ નાં કામદારો
 • ચામડા નાં કામદારો
 • પશુપાલન વ્યવસાય નાં મજૂરો
 • વણકરો
 • અગર નું કામ કરનાર કામદારો
 • ઈંટ નાં ભઠ્ઠા નાં કામદારો
 • પથ્થર ની ખાણ નાં કામદારો
 • કાપડ ની મિલ નાં કામદારો
 • છૂટક મજૂરી કરતા મજૂરો
 • યાર્ડ માં કામ કરતા મજૂરો
 • આશા વર્કર
 • રિક્ષા ચાલકો
 • ઓટો ડ્રાઈવર
 • વાળંદ નું કામ કરતા કામદારો
 • સુથાર રેશમ ખેતી કામદારો
 • હાઉસ મેઇડ્સ
 • સ્ટ્રીટ વેન્ડર્સ

શ્રમયોગી કાર્ડ યોજના લાભ શું છે

E Shram Card Yojana માં કેન્દ્ર સરકાર દ્વારા અસંગઠિત કામદારો ને ખુબ જ લાભ મળે છે.જેમાં નીચે મુજબ નાં મુખ્ય લાભ આપવામા આવેલ છે.

 • આ યોજના માં National Database of Uncategorized Workers ડેટા બેઝ પર સામાજિક સુરક્ષા યોજનાઓ મંત્રાલયો/ સરકાર દ્વારા લાગુ કરવામાં આવશે.
 • આવા મજૂરો/કામદારો નાં “BHIM” યોજના સૂરક્ષા નું કવચ આપવામાં આવશે.
 • આ ડેટા બેઝ મા નોંધાયેલ કામદારો ને પ્રધાનમંત્રી  સુરક્ષા BHIM યોજનાનો લાભ લઈ શકે છે અને Registration પછી તેઓને 1 વર્ષ માટે પ્રીમિયમ ચુકવણી પણ માફ કરવામાં આવશે.
 • આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતતાના કિસ્સા માં એક વર્ષ માટે રૂ. 2 લાખ ની સહાય.
 • આંશિક અપંગતા વાળા કિસ્સા માં  એક વર્ષ માટે 1 લાખ ની સહાય આપવામાં આવશે.

NDUW માં શા માટે નોંધણી કરાવવી જરૂરી છે ?

 • અસંગઠિત મજૂરી કામ કરતા કામદારોને કલ્યાણકારી યોજનાઓ અને સામાજિક સુરક્ષા ઓનો બહોળા પ્રમાણમાં લાભ મળેશે.
 • જે શ્રમિકો સ્થળાંતરિત થતા રહેતા હોય તેઓને ટ્રેક કરીને તેઓને વધુ ને બધું રોજગાર આપવામાં આવશે.
 • આ ડેટાબેઝ દ્વારા કેન્દ્ર સરકારને ભવિષ્યમાં કામદારોની નીતિઓ અને કાર્યક્રમો ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થશે.
 • અનૌપચારિક વિભાગો માંથી ઔપચારિક વિભાગો માં મજૂરોની હિલચાલ અને તેનાથી સાવ વિરૂદ્ધ, તેમના વ્યાવસાયિક કૌશલ્ય વિકાસ વગેરે પર સરકાર દ્વારા દેખરેખ રાખવામાં આવશે અને તે મુજબ તેમને સારા મા સારું કાર્ય રોજગારના માધ્યમો પ્રદાન કરવામાં આવશે.

Eligibility Of e-Shram card

NDUW દ્વારા આ કાર્ડ કઢાવવા માટે ક્યાં કામદારો જેની પાત્રતા નીચે મુજબ ની રાખવામા આવેલ છે.

 • અરજદાર ની ઉંમર 16 થી 59 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.
 • અરજદાર ભારતદેશ નાં વતની હોવા જોઈએ.
 • અરજદાર EPFO અથવા ESIC ના સભ્ય ન હોવા જોઈએ.
 • અરજદાર Incame Tax ભરતા હોવા નાં જોઈએ.
 • અરજદાર અસંગઠિત ક્ષેત્રમાં મા મજૂરી/કામ કરતો હોવો જોઇએ.

બાંધકામ શ્રમયોગી લાભ અને નોંધણીની માહિતી

મકાન અને અન્ય બાંધકામ કામગીરી સાથે સંકળાયેલ કડિયા, સુથાર, લુહાર, ઇલેક્ટ્રિશિયન, સળિયાકામ, શટરીંગકામ, ફલોરિંગકામ, ફોલ્સ્સીલીંગકામ, કલરકામ તથા અન્ય આનુસંગિક કામ કરનાર, પરંતુ “ફેક્ટરી એક્ટ૧૯૪૮ હેઠળ ના આવતા “ હોય તેવા ૧૮ થી ૬૦ વર્ષનાપરુષો અને મહિલાઓનો બાંધકામ શ્રમિકોમાં સમાવેશ થાય છે.તેઓની શ્રમયોગી તરીકે નિશુલ્ક નોંધણીકેઈ તેમને બાંધકામ શ્રમયોગી તરીકેનું ઓળખકાર્ડઆપવામાં આવે છે.

• નોંધણી માટેના જરૂરી દસ્તાવેજો

➤ ઉંમરનો પુરાવો

➤ મતદાર ઓળખકાર્ડ

➤ રેશનકાર્ડ

➤ કુટુંબના બધા સભ્યના આધારકાર્ડ( જો હોય તો)

➤ ૯૦ દિવસનું કામ કર્યા અંગેનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર

➤ પાસપોર્ટ સાઈઝના ૨ ફોટોગ્રાફ્સ

નોધાયેલ બાંધકામ શ્રમયોગીઓને નીચે મુજબની કલ્યાણકારી યોજનાઓના લાભઆપવામાં આવે છે.

પ્રસુતિ સહાય યોજના

ઉદ્દેશ

બાંધકામ વ્‍યવસાયમાં રોકાયેલ શ્રમયોગીને પ્રસુતિના ગાળા દરમ્‍યાન પૂરતા પોષણ આહાર અને આરામની અનિવાર્ય પણે જરૂર રહે છે. મહીલા શ્રમયોગી તથા તેના બાળકની તંદુરસ્‍તી અને આરોગ્‍ય માટે આ ગાળા દરમ્‍યાન આર્થિક રાહત આપવાના હેતુથી આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

યોજના

મહિલા બાંધકામ શ્રમિકોને પ્રથમ બે પ્રસુતિ દીઠ રુ. ૫૦૦૦/- ની ઉચ્ચક સહાય આપવામાં આવે છે.

નિયમો

 • •બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં નોંધણી કરાવ્‍યા બાદ જ આ યોજનાનો લાભ બાંધકામ મહિલા શ્રમિકને મળવાપાત્ર થશે, તેમજ નોંધણીની તારીખથી પ્રત્‍યેક વર્ષે નોંધણી તાજી (રીન્‍યુ) કરાવેલ હશે તેવા બાંધકામ મહિલા શ્રમિકને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
 • •મહીલા બાંધકામ શ્રમિકે પ્રસુતિના ત્રણ માસની અંદર નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.
 • •માત્ર મહીલા શ્રમિકોને જ આ સહાય મળવાપાત્ર થશે અને ૧૯ વર્ષથી વધુ વયની મહીલા બાંધકામ શ્રમિકોને જ મળવાપાત્ર થશે.
 • •આ સહાય માત્ર બે પ્રસુતિ પૂરતી જ મળવાપાત્ર થશે. પ્રસુતિની સંખ્‍યા સંબંધમાં મહીલા બાંધકામ શ્રમિકે નિયત નમૂનામાં લેખિત બાંહેધરી રજૂ કરવાની રહેશે.
 • •આ સહાય કસુવાવડના કિસ્‍સામાં પણ મળવાપાત્ર થશે.

કસુવાવડની વ્‍યાખ્‍યા

 • •કસુવાવડ એટલે ગર્ભ રહ્યા પછી ૨૬માં અઠવાડિયા પહેલા અથવા તેટલી મુદત દરમ્‍યાન ગર્ભવતીનો ગર્ભપાત થાય તે પણ તેમાં ભારત ફોજદારી અધિનિયમ ૧૮૬૦ના ૪૫માં હેઠળ શિક્ષાપાત્ર હોય તેવી કોઇ કસુવાવડનો સમાવેશ થતો નથી.
 • •બાળકના જન્‍મ સંબંધમાં દાકતરી પ્રમાણપત્ર અથવા જન્‍મ નોંધણીના સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર અરજી સાથે બીડવાનું રહેશે. મૃત બાળક જન્‍મે અથવા કસુવાવડ થાય તો તેવા કિસ્‍સામાં દાકતરી પ્રમાણપત્રમાં તે મતલબનો સ્‍પષ્‍ટ ઉલ્‍લેખ કરવાનો રહેશે.

કાર્યપદ્ધતિ

 • •અરજદારે નિયત નમુનામાં અરજી જે તે સંબંધિત જીલ્‍લાના નાયબ/સહાયક નિયામક, ઔદ્યોગિક સુરક્ષા અને આરોગ્‍ય (ફેકટરી ઇન્‍સ્‍પેકટર) ને કરવાની રહેશે.
 • •ઉપરોકત અધિકારી અરજીમાં દર્શાવેલ વિગતોની ચકાસણી અને ખરાઇ કરીને તેની અરજી મળ્યા તારીખથી દિન-૩૦ માં પોતાની ભલામણ સહીત અરજી ગુજરાત મકાન બાંધકામ શ્રમયોગી કલ્‍યાણ બોર્ડના સચિવને મોકલી આપવાની રહેશે.
 • •બોર્ડના સચિવશ્રી સદરહુ અરજીની વિગતો તથા અભિપ્રાય પરત્‍વે જરૂરી ચકાસણી કરી યોજના સહાય મંજુરી/નામંજુરી અંગેનો આખરી નિર્ણય કરશે.

મુખ્યમંત્રીભાગ્યલક્ષ્મી યોજના ( દિકરી વધાવો, દિકરી ભણાવો)

મુખ્યમંત્રીભાગ્યલક્ષ્મી યોજના ફ્રોમ


બાંધકામ શ્રમિકોની એક દિકરી માટે, દીકરીનો જન્મ થાય ત્યારે દીકરીના નામે રુ. ૫૦૦૦/- ના ૧૮ વર્ષની મુદ્દત માટેના બોન્ડ આપવામાં આવે છે.

આંગણવાડી/ બાલવાડી યોજના

બાંધકામ શ્રમિકોના ૦ થી ૬ વર્ષના બાળકો માટે બાંધકામ સાઈટ પર આંગણવાડીની સવલત ઉભી કરી બાળકોને પુરક પોષણ અને શિક્ષણ આપવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published.