બેન્‍કેબલ યોજના | Bankable Nigam Loan Yojana

Rate this post

બેન્‍કેબલ યોજના 2022

ગરીબી રેખા હેઠળ શહેરી વિસ્‍તારમાં રૂ. ૧,૫૦,૦૦૦/- અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં રૂ. ૧,૨૦,૦૦૦/- થી ઓછી આવક ધરાવતા અનુસૂચિત જાતિના વ્‍યકિતઓને ધંધા / વેપાર માટે મહત્તમ રૂ. ૧.૦૦ લાખ અને ઉધોગ / સેવા માટે મહત્તમ રૂ. ર.૦૦ લાખ સુધીનું ધિરાણ આપવામાં આવે છે. અને ધિરાણના પ૦ ટકા અથવા વધુમાં વધુ રૂ. ૧૦,૦૦૦/- ની મર્યાદામાં સબસીડી આપવામાં આવે છે.

બેન્કેબલ યોજના (રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા અમલીકરણ)

  • અરજદાર અનુસૂચિત જાતિના વ્યક્તિ અને ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
  • અરજદારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અરજદાર બેરોજગાર તેમજ ધંધો કરવા શક્તિમાન હોવા જોઈએ અને કોઈ નાણાંકીય સંસ્થાના ડિફોલ્ટર ન હોવા જોઈએ.
  • ગરીબી રેખા હેઠળ શહેરી વિસ્તારમાં રૂ.૧,૫૦,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૧,૨૦,૦૦૦/- થી ઓછી આવક ધરાવતા હોવા જોઈએ.
  • ધંધા વ્યાપાર માટે મહત્તમ રૂ. ૧.૦૦ લાખ અને ઉદ્યોગ સેવા માટે મહત્તમ રૂ. ૨.૦૦ લાખ સુધીના વ્યવસાય માટે ધિરાણ મળી શકે.
  • અરજદારને ધિરાણના ૫૦% અથવા વધુમાં વધુ રૂ. ૧૦,૦૦૦/- ની મર્યાદામાં ખાસ કેન્દ્રીય સહાય માંથી સબસીડી આપવામાં આવે છે.
  • આ યોજનામાં પશુપાલન, રેડીમેટ ગારમેન્ટસ, કાપડફેરી, કરીયાણા, ભરત ગુંથણ, સીલાઇકામ, બ્યુટીપાર્લર, વાંસકામ, પાનબીડી, બુટચંપલની ફેરી, આર.સી.સી. સેન્ટરીંગ, સુથારીકામ, વિગેરે વ્યવસાયમાં ધિરાણ કરવામાં આવે છે.

બેન્‍કેબલ યોજના હેઠળ ૨૦૧૯-૨૦ અંતિત થયેલ પ્રગતિની વિગતો નીચે મુજબ છે.

ક્રમવર્ષધિરાણસબસીડી રૂ.લાખમાં
લાભાર્થીરકમ રૂ. લાખમાં
૧૯૯૮-૯૯૯૭૧૪૧ર૦ર.૭૪ર૮પ.૦પ
૧૯૯૯-૦૦૮૭૮૩૧૧૩૦.૪૩૩૮ર.૪૯
ર૦૦૦-૦૧૮૪૦ર૧ર૩૦.પ૯૪૦૮.૦૬
ર૦૦૧-૦ર૭ર૦૧૧૦૬ર.૩૪ર૯૦.૩પ
ર૦૦ર-૦૩૭પ૮૭૧૩૧પ.૯ર૩૯૦.૭પ
ર૦૦૩-૦૪૭૬૪૩૧૪૭૯.૯૮૬૮૩.૬૯
ર૦૦૪-૦પ૮૧પ૩૧૬ર૬.૬૯પ૦ર.ર૪
ર૦૦પ-૦૬૭૯પ૮૧૬૩૭.ર૩ર૭૦.૮૦
ર૦૦૬-૦૭૬૯૭પ૧પ૪૭.૯૭૩૦૩.૩૭
૧૦૨૦૦૭-૦૮૭૯૨૪૧૮૫૩.૯૪૧૨૫૧.૩૩
૧૧૨૦૦૮-૦૯૮૩૧૬૨૦૪૩.૮૪૯૭૮.૪૮
૧૨૨૦૦૯-૧૦૭૩૩૪૧૯૨૯.૦૩૬૩૬.૧૫
૧૩૨૦૧૦-૧૧૫૯૦૭૧૬૩૩.૭૭૩૭૨.૦૬
૧૪૨૦૧૧-૧૨૪૬૧૨૧૪૧૭.૨૬૮૨૧.૯૬
૧૫૨૦૧૨-૧૩૩૯૨૫૧૭૩૭.૭૬૪૪૦.૫૦
૧૬૨૦૧૩-૧૪૩૮૨૪૧૩૮૮.૮૪૩૦૧.૫૭
૧૭૨૦૧૪-૧૫૪૩૦૦૧૪૬૮.૮૯૨૭૯.૪૧
૧૮૨૦૧૫-૧૬૨૫૫૫૧૦૩૯.૮૬૧૨૬.૯૮
૧૯૨૦૧૬-૧૭૧૩૮૯૬૩૨.૪૩
૨૦૨૦૧૭-૧૮૧૦૮૩૪૬૯.૮૨
૨૧૨૦૧૮-૧૯૬૩૬૨૮૦.૪૬
૨૨૨૦૧૯-૨૦૬૫૦૩૩૬.૪૮
કુલ:-12487128466.28૮૭૨૫.૨૪

Leave a Comment

Your email address will not be published.