પ્રધાનમંત્રી આવાસ યોજના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર | PM Awas Yojana 2022-2023

Rate this post

પ્રધાનમંત્રી આવાસ યોજના: જે પણ લાભાર્થીઓ Pradhan Mantri Awas Yojana નો લાભ લે છે તેમના માટે સરકાર દ્વારા સારા સમાચાર આપવામાં આવ્યા છે મોદી સરકારે પીએમ આવાસ યોજના હેઠળ બે વર્ષ માટે લંબાવવામાં આવેલી છે. આજ યોજનાનો લાભ એ 2024 સુધી મળવાપાત્ર થશે કે ઉલ્લેખના છે કે હાલમાં આ યોજના હેઠળ કુલ 122 લાખ મકાનોની મંજૂરી આપવામાં આવેલી છે. તેમાંથી 65 લાખ મકાનોનું કામ પૂર્ણ થઈ ગયેલું છે અને સાથે જ બાકી રહેલા મકાનો નું કામ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે આ પછી મકાનને ટૂંક સમયમાં અરજી કરનાર વ્યક્તિને લાભ મળવા પાત્ર થશે.

શું છે પ્રધાનમંત્રી આવાસ યોજના

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકાર દ્વારા ગરીબો તેમજ આર્થિક નબળા લોકોને પોતાનું ઘર બનાવવા માટે આ યોજના હેઠળ તે લોકોને આર્થિક રીતે મદદ કરવામાં આવે છે જેમની પાસે પોતાનું ઘર હોતું નથી તેમ જ આ યોજના દ્વારા અનુસૂચિત જાતિના સાથે વિધવા લોકો પણ આ યોજનાનો લાભ લઇ શકે છે. આ યોજના હેઠળ ઘરોમાં પાણીનું કનેક્શન, વીજ કનેક્શન તેમજ શૌચાલય જેવી વગેરે મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા માટે આવક ની મર્યાદા 

જે પણ નાગરિક મિત્રોએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આપીને સરકાર દ્વારા ત્રણ આવક સ્લેબ બનાવ્યો છે તે પ્રથમ કેટેગરીમાં એવી વ્યક્તિઓ છે જેમની આવક 3 લાખ કે તેથી ઓછી હોય અને બીજી કેટેગરીમાં એવા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જેમની આ વખતે ૩ લાખ રૂપિયાથી લઈને 6 લાખ રૂપિયા સુધીની હોય આ સરકાર દ્વારા ત્રીજી કેટેગરી પણ બનાવવામાં આવેલી છે. તેમાં જે લોકોનો સમાવેશ કરવામાં આવેલો છે જે લોકોની આવક 6 લાખ રૂપિયાથી લઈને 12 લાખ રૂપિયા હોય. આમ સરકાર દ્વારા કુલ ત્રણ હપ્તામાં પૈસા આપવામાં આવે છે અને પહેલો હપ્તો 50 હજાર રૂપિયા નો આપવામાં આવે છે. જ્યારે સરકાર દ્વારા બીજો હપ્તો એ 1.50 લાખ રૂપિયા સુધીનું આપવામાં આવે છે અને ત્રીજા હપ્તો એ છેલ્લો હપ્તો હશે જે 2.50 લાખ રૂપિયા નો હશે.

PM Awas Yojana 2022 Apply Online |

જે પણ ભારતના નાગરિક સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા ઈચ્છે છે તેમને નીચે આપેલા કરીને ઘરે બેઠા ઓનલાઈન અરજી કરીને આ યોજનાનો લાભ લઇ શકે છે.

  • સૌપ્રથમ આ યોજનાની અરજી કરવા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અધિકૃત વેબસાઈટ પર મુલાકાત લેવાની રહેશે.pmaymis.gov.in
  • ત્યારબાદ તમારે ‘Citizen Assessment’ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
  • ત્યારબાદ તમારા પાસે માગવામાં આવતો આધાર કાર્ડ નંબર દાખલ કરો ત્યારબાદ તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો.
  • ત્યારબાદ સબમિટ પર ક્લિક કરો.
  • ત્યારબાદ સફળતાપૂર્વક ફોર્મ ભરાયા બાદ તમે ત્યાં તમારા ફોર્મ ની પ્રિન્ટ કાઢી શકો છો જે તમારી પાસે રાખવી જરૂરી છે.
  • ત્યારબાદ તમે આ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજી સફળતાપૂર્વક કરી ચૂક્યા છો તમે આમ ઉપરના સ્ટેપ્સ આપેલા છે તે ફોલો કરીને આ યોજના માટે અરજી કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published.